અભિનંદન!

Toppers

વિદ્યુત બોર્ડ વિદ્યાલય પર આપનું સ્વાગત છે

Herin sir

વ્હાલા વિધ્યાર્થીમિત્રો, વાલીઓ તેમજ શિક્ષકગણ.
સપ્રેમ નમસ્કાર

વર્ષ2023-2024ના નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યુત બોર્ડના પરિવારને આવકારતા-સત્કારતા હું આનંદની લાગણી અનુભવું છું.
21 મી સદી ટેક્નોલૉજી ની છે. આજે બધુજ ડીજીટલ અને વર્ચ્યુઅલ બનતું જાય છે. વિજ્ઞાન તરફ ની દોટ તેજ ગતિ માં છે. ત્યારે આપણે મહાન વૈજ્ઞાની ડો. આલ્બર્ટ આઈન્સ્ટાઈન નાશબ્દો ને યાદ કરવા જોઈએ. તેઓ કહેતા ધર્મ વિનાનું શિક્ષણ લૂલું છે અને વિજ્ઞાન વિનાનો ધર્મ આંધળો છે.માટે જ આ સદી માં આપણે નવા જીવનસૂત્રને અપનાવવું પડશે.ઇલેક્ટ્રોનિક્સ, ઇકોલોજી અને ઈશાવસ્યમની થીયરી સમજવી પડશે. ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયેલી છે ટેક્નોલૉજી, ઇકોલોજી સાથે જોડાયેલા છે સબંધો, જે આપણા વેદોક્ત સૂત્ર “વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવનાને ચરિતાર્થ કરે છે અને ઈશાવસ્યમ એટલે સર્વત્ર ઈશ્વરના દર્શન.આ થીયરીને જીવનમાં ઉતારશો તો પણ આયખું સાર્થક કહેવાશે.
શીખવું એ સતત ચાલતી પ્રક્રિયા છે. કેળવણી એ આપણાં ચિત્તની રિફાઇનરી છે.માહિતીનો ખડકલો એજ શિક્ષણ નથી.જીવનની પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરવાનો યોગ્યતાનું નામ એટલે શિક્ષણ. આપણને જે શીખવામાં આવ્યું છે તે બધુજ ભુલી ગયા પછી જે બાકી રહે એનું નામ શિક્ષણ અને વિધ્યાર્થીમાં રહેલા સુષુપ્ત ગુણોને ઉજાગર કરીને ખીલવે એ શિક્ષક. પાલક,બાળક, શિક્ષક અને સંચાલક, શિક્ષણપ્રણાણિ ના આચાર સ્તંભ છે.આ ચારેય સ્તંભ ઉત્તરોતર મજબૂત બને એ સૌના હિત્તમાં છે.આ મજબૂતીના આધારે પુષ્ટ થયેલો વિધ્યાર્થી નવા સોપાનો સર કરી શકશે. નવી દિશા કંડારી શકશે. આપણી તો શાળાના નામમાં જ વીજળીનો અર્થ ગર્ભિત છે. એટલે આપનો વિધ્યાર્થી વિદ્યુતની ગતિએ પ્રગતિ કરે, પ્રાણવાન,ઉર્જાવાન બને અને છેવટે એક આદર્શ નાગરિક બને તેવી હ્રદયપૂર્વકની અભ્યર્થના


શ્રી હેરીન પી. કોઠારી
ચેરમેનશ્રી, શાળા સમિતિ,
વિદ્યુત બોર્ડ વિદ્યાલય
વડોદરા- ૩૯૦૦૦૭.